Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

બાયડ તાલુકાના અજબપુરા ગામે દીપડો જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

બાયડ: તાલુકાના અજબપુરા ગામે આજે દિપડો દેખાતા ખેડુતો, પ્રજાજનોમાં ભયનો માહોલ પેદા થયો છે. વગડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પગલાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં દિપડા ના પગલા દિપડાના છે એવુ માલુમ થયેલ હતું. એક નહી પણ ત્રણ દિપડા હોવાનું મનાય છે

બાયડ તાલુકામાં દિપડાનો માહોલમાં મોંધા મુલ્યો પાક બગડતો હોવા છતાં પાણી વાડવાનું રહેવા દઈ ને ઘરે તરફ ખેડુતો આવી જાય છે.અને  બાયડ તાલુકામાં ગાબટ, ભાઈપુરા તેમજ સાઠંબા, ગાબટ જિલ્લા ધોરીમાર્ગ પર આવેલા રેવન્યુ વિલેજ ઓઢા ગામના ઓઢા ડુંગરી વિસ્તારમાં પાસેના તળાવ પાસેની ઝાડીયોમા શનિવારની રાત્રે માલધારીઓએ સાંજના સમયે દિપડો જોવા મળ્યો હોવાની લોકચર્ચા વહેત થઈ છે. રવિવારના બપોરના સુમારે લક્ષ્મીપુરા ગામના તળાવ નજીક દિપડો દેખાયાની ચર્ચા વહેતી થઈ છે. ઓઢા ડુંગરી અને લક્ષ્મીપુરા ગામના તળાવ નજીક આવેલા વિસ્તારમાં દિપડો દેખાયાની વાત વાયુવેગે પ્રસરતાં ગામના લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે. વિસ્તારમાં દિપડો દેખાયાની વહેતી થયેલી લોકચર્ચા બાબતે જંગલ ખાતાના અધિકારીઓ સ્થળ તપાસ હાથ ધરી હતી.

(5:42 pm IST)