Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સુરતમાં ઓએલએક્સ પર વેચવા મુકેલ મોબાઈલ ખરીદવાની લાલચ આપી જોવાના બહાને શખ્સ મોબાઈલ લઇ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં ઓએલએક્સ પર વેચવા મુકેલો મોબાઇલ ફોન ખરીદવાની લાલચ આપી મોબાઇલ જોવાના બહાને એક્ટિવા મોપેડ સવાર એમ્બ્રોડરી કારખાનેદારના પુત્રને વિશ્વાસમાં લઇ ફોન અને બિલ લઇ ભાગી જતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.

મોટા વરાછાની હંસ સોસાયટીમાં રહેતા એમ્બ્રોડરી કારખાનેદાર હિંમત લાલજી કથેરીયા (..45 મૂળ રહે. નસેડી, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ના ધોરણ 11માં અભ્યાસ કરતા પુત્ર જીલ (.. 16) માતાનો સેમસંગ નોટ 9 મોબાઇલ ફોન 9 ડિસેમ્બરના રોજ ઓએલએક્સ પર વેચવા મુકયો હતો

10 ડિસેમ્બરે મોબાઇલ નં. 7433099009 પરથી કોલ આવ્યો હતો અને 24 હજારમાં ફોન ખરીદવાની વાત કરી બિલ, ઇયર ફોન અને મોબાઇલ બતાવવાનું કહ્યું હતું. ફોન કર્યાના ગણતરીના કલાકોમાં એક યુવાન જીલની રહેણાંક સોસાયટીના નાકા પર એક્ટિવા મોપેજ પર આવ્યો હતો

યુવાને જીલ પાસેથી ઇયર ફોન અને ચાર્જર ચેક કરી પરત આપ્યા અને ત્યાર બાદ ફોન અને બિલ જોવા માંગ્યા હતા. જીલે બિલ અને મોબાઇલ યુવાનના હાથમાં આપતા વેંત યુવાન એક્ટિવા મોપેડ સ્ટાર્ટ કરી પુર ઝડપે હંકારીને ભાગી ગયો હતો

(5:38 pm IST)