Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વડોદરાના ભાયલી રોડ નજીક ભારે વાહનો વધુ સ્પીડમાં ચાલતા ગામવાસીઓમાં અકસ્માતનો ભય

વડોદરા: શહેરનાવધુ પડતી સ્પીડને કારણે વાહનચાલકો અકસ્માત સર્જતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આવા અકસ્માતનો ભય હાલ ભાયલી ગામવાસીઓમાં સેવાઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને મોર્નિંગ વોકર્સોને કે જેઓ વહેલી સવારે વોકિંગ અને સાયકલ ચલાવવા નીકળે છે ત્યારે ગામની અંદર બેફામ વાહન ચલાવતા ડમ્પરચાલકોથી પરેશાન થઈ ગયા છે.

સ્થાનિકોના કહેવા પ્રમાણે ભાયલી ગામમાં ૫૦થી વધુ કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી છે. જેને કારણે દિવસ-રાત રેતી-કપચી ભરેલા ડમ્પરોની સતત અવર-જવર ચાલુ રહેતી હોય છે. કેનાલ રોડ પર મોડી રાત્રે પણ ડમ્પર ચાલકો નીકળતા મોટા અવાજ સાથે હોર્ન વગાડી સ્થાનિકોની ઊંઘ ખરાબ કરે . તો સવારે જ્યારે મોર્નિંગ વોકર્સ ચાલવા નીકળે ત્યારે ચાર રસ્તા હોવા છતાં બ્રેક માર્યા વગર પૂરઝડપે ડમ્પર દોડાવી મૂકે છે. રોજ સવારે ૧૦૦થી વધારે સાયકલ સવારો અને મોર્નિંગ વોકર્સ કેનાલ રોડની આસપાસ ચાલતા હોય છે, સામાન્ય રીતે બધા સાઈડમાં ચાલતા હોય પણ જો ઓવર સ્પીડને કારણે ડમ્પર ચાલકેે ડમ્પર પર કાબૂ ગુમાવ્યો તો અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

(5:37 pm IST)