Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દેનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરનામાંજલપુર વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018 દરમિયાન હું એકટીવા લઈને મ્યુઝિક ક્લાસ જવા નીકળતી ત્યારે ઈરફાન અકબર શેખ(રહે -મહેબુબપુરા, ઇમામવાડા, નવાપુરા, વડોદરા) નામનો વ્યક્તિ પીછો કરતો હતો. ત્યારબાદ ઇરફાને યુવતી સાથે મિત્રતા કેળવી ગાર્ડનમાં બોલાવી યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક અડપલા કરી નિકાહ કરવાની લોભામણી વાતો કરી હતી. વર્ષ 2019 દરમ્યાન પરિવાર ઘરે હાજર હોય તે સમયે ઈરફાન આવી પહોંચ્યો હતો અને મારી મરજી વિરૂદ્ધ જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ફરવા જવાના બહાને ડભોઇ ખાતેના કુંઢેલા ગામ પાસે આવેલા ફાર્મ હાઉસ ખાતે લઇ જઇ મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો

જુલાઈ 2019 ના રોજ માંજલપુર અલવાનાકા મેન રોડ ઉપર યુવતીને બોલાવી શારીરિક સંબંધ બાંધવા બળજબરી કરતા યુવતીએ પ્રતિકાર કર્યો હતો. તે સમયે ઉશ્કેરાયેલા ઇરફાને ઝઘડો કરી બ્લેડ યુવતીના પગ ઉપર ફેરવી દીધી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને તે દિવસે ઈરફાન યુવતીને ફરી ફાર્મ હાઉસ લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ઘટનાનું તેણે મોબાઇલમાં શૂટિંગ કરી જણાવ્યું હતું કે બાબતની કોઈને જાણ કરીશ તો હું આપઘાત કરી લઇશ. ઈરફાન શારીરિક સંબંધ બાંધતા સમયે કેફી દ્રવ્યોનું સેવન કરતો હતો.

(5:36 pm IST)