Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જેલમાં ખેતી દ્વારા શાકભાજી બાદ હવે કેદીઓને દૂધ વહેંચતા જોવો તો આશ્ચર્ય ન અનુભવતા

મંદીના માહોલમાં એક કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતા ગુજરાતના જેલ તંત્ર દ્વારા હવે ગૌશાળાના માધ્યમ દ્વારા સેવા સાથે પશુપાલન બિઝનેસમાં ઝંપલાવ્યું : આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાન અને ગુજરાત સરકારનું સ્વપ્ન ગુજરાતના જેલ વડા ડો. કે. એલ.એન.રાવ દ્વારા તેમના ધર્મપત્ની અને જાણીતા શિક્ષણવિદ ઇન્દુરાવના સહકારથી સફળતાપૂર્વક પાર પાડી અનોખુ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે

રાજકોટ તા.૨૮, જેલની સખત દીવાલો વચ્ચે રહી એક વખત ગુન્હો કરી જેલમાં આવનાર આરોપી કાયમ માટે   રીઢો ગુનેગાર બની વધુને વધુ ગુન્હા કરવાને બદલે જેલ મુકત થયે ગુન્હાહિત જીવન ત્યજી મુખ્ય પ્રવાહ તરફ વળી સારું જીવન જીવે તે માટે રોજગારીના અનેક વિધ કોર્ષ સાથે જેઓ બહુ ભણી સકયા નથી તેવો ને ધ્યાને રાખી વધુ એક વ્યવસાયનો પ્રારંભ કર્યાનું 'અકિલા' સાથેની વાતચીતમાં ગુજરાતના જેલ વડા ડો. કે. એલ.એન.રાવે જણાવ્યું છે.

કોરોના મહામારીમાં મંદીના દોર વચ્ચે જેલ ભજીયા તથા અન્ય બનાવટનું ટર્ન ઓવર એક કરોડથી વધુ આંક સુધી લય જવામાં જેની દૂરંદેશી સફળ થઈ છે તેવા ગુજરાતના જેલ વડા દ્વારા વડોદરા જેલમાં ખેતી દ્વારા શાકભાજીનો ધંધો શરૂ કર્યો બાદ હવે ગુજરાતના કેદીઓ હવે નડિયાદથી ગૌ સેવા અર્થાત્ ગૌશાળા શરૂ કરી પશુપાલન ધાંધમાં જંપલવી ઓછું ભણેલા તથા ભણેલ કેદીઓનું સંકલન સાધી સેવા સાથે રોજગારીનું અભિયાન શરૂ કરું છે.

ડો. કે.એલ.એન.રાવ દ્વારા બીજા શબ્દોમાં કહીએ તો વડા પ્રધાન અને ગુજરાત સરકારના આત્મનિર્ભર અભ્યનને વેગ આપવા માટે વધુ એક કદમ ઉઠાવી કેદીઓ જો આત્મનિર્ભર બની શકતા હોય તો સમાજ અને પરિવાર તથા કેન્દ્ર રાજય સરકારની હૂંફ મળતી હોય તેવા યુવાનો માટે તો આત્મનિર્ભર બનવું ખૂબ સહેલું હોવાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

ડો. રાવ ના આવા કેદી સુધારણા અને કલ્યાણકારી પ્રોજેકટ મા તેમના ધર્મપત્ની અને જાણીતા શિક્ષણવિદ તથા સાઉથની યુનિ.દ્વારા જેનું અદભૂત જ્ઞાન ધ્યાને રાખી સામેથી ડિરેકટર બનાવ્યા છે તેવા ડો. ઇન્દુ રાવ દ્વારા પણ ખૂબ સહયોગ સાથે સફળ પુરુષ પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે તે કહેવત યથાર્થ ઠરાવી છે.

હાલમાં ગુજરાત જેલમાં સુથારી ઉધોગ બેકરી ઉધોગ હીરા ઘસવાની તાલીમ બાઈક રીપેરીંગ કોર્ષ વેગરે પ્રવૃતિ સાથે કેદીઓ માટે પોતાનું રેડિયો સ્ટેશન અને રાજકોટ બરોડા અને સુરત જેલમાં ડિજિટલ પાઠ શાળા પણ શરૂ થયે છે આત્મ નિર્ભર નો ખરા અર્થમાં અમલ કે.એ.એલ. એન.રાવ દ્વારા ચાલવી અનોખું ઉદાહરણ પૂરું પડાય રહ્યુ છે.

(11:51 am IST)