Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સુરત શહેર કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર :31 ઉપપ્રમુખ, 1 ખજાનચી, 54 મહામંત્રી, 1 પ્રવક્તા, 68 મંત્રી અને કોર કમિટીમાં 80 લોકોને સ્થાન

સંગઠનના વિશાળ માળખા છતાં નારાજગીનો દોર : જુના નેતાઓએ રાજીનામાં ફગાવ્યા

 

સુરત શહેર કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા પાર્ટી હાઈકમાન્ડની મંજુરીથી માળખું જાહેર કરવામાં આવ્યું હતું.

નવા માળખામાં 31 ઉપપ્રમુખ, 1 ખજાનચી,  54 મહામંત્રી, 1 પ્રવક્તા, 68 મંત્રી અને કોર કમિટીમાં 80 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે માળખું જાહેર થતાં કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ થયા છે. સંજય પટવા સહિતના કોંગ્રેસના જુના નેતાઓ સહિતના કેટલાકને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમ કેટલાક જૂથનાં નેતાઓને પણ કપાયા છે. જેને પગલે નારાજગીનો દૌર શરુ થયો છે. કોંગ્રેસ સાથે જોડાયેલા સંજય પટવા, જવાહર ઉપાધ્યાય, ભુપેન્દ્ર સોલંકી, મકસુદ મિર્ઝા, જાવેદ મિર્ઝા, ગોપાલ પાટીલ, કેશવ મ્હાયાવંશી અને કાંતિ વસવાએ પોતાના પ્રાથમિક હોદ્દાઓ પર રાજીનામું આપ્યું છે

(12:02 am IST)