Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

નવસારીઃ હાઈવે ઉપર ફર્સ્ટ લેનમાં ચાલતા ભારે વાહનો સામે તવાઈ : 200થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી

 

નવસારી :રાજ્ય ધોરીમાર્ગ તેમજ નેશનલ હાઈવે પર ફર્સ્ટ (પ્રથમ) લેન પર ભારી વાહનો હંકારતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવી છે ટ્રાફિક અવેરનેસ અંતર્ગત નવસારી જિલ્લામાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ તેમજ નેશનલ હાઈવે પર ફર્સ્ટ (પ્રથમ) લેન પર ભારી વાહનો હંકારતા વાહન ચાલકોને નવસારી જિલ્લા પોલીસે આઈ.પી.સી એક્ટ 279 અને 283 મુજબ કાર્યવાહી હાથ ધરતા આવા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

 નવસારી જિલ્લા નાયબ પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ કર્મીઓ દ્વારા નેશનલ હાઇવે પર પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ તેમજ નેશનલ હાઈવે પર ફર્સ્ટ (પ્રથમ) લેન પર ભારી વાહનો હંકારતા વાહન ચાલકોને નવસારી જિલ્લા પોલીસે કુલ 200થી વધુ વાહનોને સામે કાર્યવાહી કરી હતી જેને લઇ આવા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

(11:09 pm IST)