Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વડોદરાના શિનોર નજીકના ગામેથી સગીરાને ફોસલાવી ભગાડી ગયો : બંને પોઈચાથી મળ્યા

આરોપી વિરુદ્ધ પોસ્કો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાયો

વડોદરા જિલ્લાના શિનોર નજીકના એક ગામની સગીરાને ગામનો જ એક યુવક પટાવી – ફોસલાવી ભગાડી ગયો હતો શોધખોળના અંતે બંને પોઇચા ગામેથી મળી આવ્યા હતા

 મળતી વિગત મુજબ શિનોર તાલુકાના એક ગામમાં રહેતા યુવકે ગામમાં જ રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નના ઈરાદે ફોસલાવી ભગાડ ગયો હતો ગત 25 ડિસેમ્બરના રોજ સગીરાને ઘરેથી ભગાડી જતાં યુવકના માતા – પિતાની ભારે શોધખોળ દરમ્યાન પોઇચા ગામેથી સગીરા અને યુવક મળી આવ્યા હતા

  યુવકના પિતાએ પોતાના પુત્રને શિનોર પોલીસને સોંપી દીધો હતો.સગીરાના પિતા દ્વારા યુવક વિરૂધ્ધ શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે આઇ. પી. સી. અને પોસ્કો 363, 366 કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવહી હાથ ધરી છે. વધુ તપાસ કરજણ સીપીઆઈને સોંપાઈ હોવાનું જાણવા મળ્યું છે

(7:15 pm IST)