Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

બાયડ તાલુકાના દેરોલીમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ત્રણને ગંભીર ઇજા

બાયડ:તાલુકાના દેરોલીના વતની અને હાલ આણંદ તાલુકાના વિદ્યાનગરમાં રહેતાં ઉદેસિંહ સુખસિંહ સોલંકી ગુરૂવારના રોજ બપોરના સમયે પોતાની હ્યુન્ડાઈ ગાડી નં જીજે ૦૯ બીબી ૪૭૮૦ લઈ મહુધાથી ભાનેર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન કઠલાલ તાલુકાના ભાનેર બસસ્ટેન્ડ થી થોડે દૂર માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલી એસ્ટીમ ગાડી નં જીજે ૦૬ એબી ૯૦૩૦ ના ચાલકે પોતાના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં ઉદેસિંહની હ્યુન્ડાઈ ગાડી સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ઉદેસિંહ તેમજ ગાડીમાં સવાર અન્ય બે મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. 

આ બનાવ અંગે ઉદેસિંહ સુખસિંહ સોલંકીની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે એસ્ટીમ ગાડી નં જીજે ૦૬ એબી ૯૦૩૦ ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. ઘટનાની જાણ આણંદ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી ચઢી હતી અને મૃતકની લાશને પીએમ માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલ ખાતે મોકલી આપીને અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. 


 

(5:56 pm IST)