Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

અલ્પેશ કથિરિયાનું અભદ્ર વર્તન :'જો કોઈ પોલીસ અધિકારી મને એક ગાળ આપશે તો હું 10 આપીશ

હું બધી ભાષા અને ગાળો બોલું છું: અમે ગાંધી અને સરદારના ગુજરાતમાં રહેતા હોવાથી પ્રથમ તમાચો માફ.

 

સુરતમાં પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની વરાછા પોલીસે ધરપકડ બાદ લોકઅપમાં ધકેલી દેવાયો હતો કાર પાર્કિંગને લઈને ટ્રાફિકના પીઆઈ સાથે ગાળાગાળી કર્યા બાદ અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લવાયો હતો અહીં એક પીએસઆઈને ધમકી આપતા પોલીસે અલ્પેશની ધરપકડ કરી હતી. અલ્પેશે ટ્રાફિક પીઆઈ અને એક પીએસઆઈને ધમકી આપતા અલ્પેશની ધરપકડ કર્યાનું પોલીસનું કહેવું છે ધરકપડની સાથે જ પાસના કાર્યકરોએ વરાછા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો

  અલ્પેશે મીડિયામાં જણાવ્યું હતું કે, "હું બધી ભાષા અને ગાળો બોલું છું. લોકશાહીમાં પીડાતા કોઈ પણ કાર્યકરને જો કોઈ પણ પોલીસ અધિકારી એક પણ ગાળ આપશે તો હું 10 ગાળ આપીશ. કારણ કે મેં ગાળોમાં પીએચડી કર્યું છે. મને ટ્રાફિકના પીઆઈએ એક તમાચો માર્યો છે, પરંતુ અમે ગાંધી અને સરદારના ગુજરાતમાં રહેતા હોવાથી પ્રથમ તમાચો માફ. મને તમાચો મારનાર પીઆઈ આઈફોન રાખે છે. મને ખાત્રી છે કે આ ફોન પણ તેના બાપનો નથી પરંતુ વરાછાની કોઈ દુકાનમાંથી લીધો હતો.

  મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસે અલ્પેશ કથિરીયાની બાઇકને ક્રેન પર ચડાવી દેતા અલ્પેશે હોબાળો કર્યો હતો. સામે પક્ષે અલ્પેશે આક્ષેપ કર્યો હતો કે ટ્રાફિક પીએસઆઈએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જે બાદમાં અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. અહીં અલ્પેશે PI અને PSI વચ્ચે અભદ્ર વર્તન કરતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. અલ્પેશની ધરપકડની સાથે જ વરાછા પોલીસ સ્ટેશન ખાતે પાસના કાર્યકરોએ હોબોળા મચાવી દીધો હતો.

(1:22 am IST)