Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ઈજનેરોને નોટિસ ફટકારવાનો મામલોઃ કમિશનર, શાસકપક્ષને પણ હવે ચેતવણી અપાઈ

અમદાવાદ, તા.૨૯, અમદાવાદ શહેરના તુટેલા રોડ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગુરૂવારના રોજ ૭ એડીશનલ સીટી ઈજનેર સહિત કુલ ૨૬ જેટલા ઈજનેરોને શો-કોઝ નોટિસ આપવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કર્મચારી મંડળ હવે આ મામલે મેદાનમાં આવ્યું છે તેમના દ્વારા ચીમકી આપવામા આવી છે કે,મ્યુનિસિપલ કમિશનર અને શાસકપક્ષ ઈજનેરો સામે કાર્યવાહી કરવાનુ બંધ કરે અન્યથા તમામ યુનિયનો એક થઈ આ મામલે ઉગ્ર લડત આપશે.આ અંગે મળતી માહિતી અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમવાર મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે ગુરૂવારના રોજ ૭ એડીશનલ ઈજનેરો અને ૧૯ ડેપ્યુટી ઈજનેરોને શહેરના તુટેલા ૪૫ રોડ મામલે ૮૧ થી વધુ શો-કોઝ નોટિસ ફટકારી તમામનો ખુલાસો માંગતા મ્યુનિસિપલ કર્મચારી મંડળના મનહરદાન ગઢવીએ આજે એક લેખિત નિવેદનમાં મ્યુનિસિપલ કમિશનર અને શાસકપક્ષ ઈજનેરોને માનસિક ત્રાસ આપતા હોવાનુ કહી આ કાર્યવાહી બંધ કરવા અથવા તો તમામ યુનિયનો તરફથી ઉગ્ર લડતને ઝેલવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(9:50 pm IST)