Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

કૌશિકભાઇ પટેલ મંત્રીપદ સંભાળયા બાદ કાર્યાલય આવતા ભવ્ય સ્વાગત

ગાંધીનગર, તા.૨૯ : રાજય સરકાર દ્વારા ગઇકાલે વિવિધ વિભાગના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે જેમાં મહેસુલ મંત્રી તરીકે કૌશિકભાઇ પટેલે કાર્યભાર સંભાળ્યા બાદ કાર્યાલય ખાતે આવતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશિક પટેલ અમદાવાદની નારાણપુરા બેઠકના ધારાસભ્ય છે. અને તેમણે જંગી બહુમતીથી ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તાજેતરમાં જાહેર થયેલ ગુજરાતના મંત્રીમંડળમાં ભાજપ દ્વારા તેમને મહેસુલ વિભાગના મંત્રીનું પદ સોપવામાં આવ્યુ છે.

કૌશિક પટેલ ભાજપ સરકારમાં જ મહેસૂલ, ઉર્જા અને શહેરી વિકાસમંત્રી પદે રહી ચૂકેલ છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થતાં સરકાર દ્વારા તેમને ફરીવાર મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા હતાં. અને તેમને ફરી એકવાર ગુજરાત રાજયના મહેસૂલ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કાર્યાલય પર પહોચનાર કૌશિક પટેલનું સ્વાગત કરાયું હતું.

(8:02 pm IST)