Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સુરતમાં ચેઇન સ્નેચરોનો તરખાટ: 15 મિનિટમાં બે મહિલાના ગળામાંથી 1 લાખની કિંમતના બે ચેનની ઉઠાંતરી

સુરત:શહેરમાં બેફામ બનેલા ચેઈન સ્નેચર્સે ગતરોજ વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં માત્ર ૧૫ મિનિટના સમયગાળામાં બે મહિલાના ગળામાંથી રૂ. ૧લાખની કિંમતના સોનાના બે અછોડા તોડયા હતા. જ્યારે આજે સવારે ન્યુ સિવિલ રોડ ખાતે બંગલાની બહાર ઉભેલી વૃધ્ધાના ગળામાંથી ચેઈન સ્નેચર્સ રૂ. ૩૦,૦૦૦ ની કિંમતનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા.

સુરતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચેઈન સ્નેચર્સ મોબાઈલ સ્નેચર્સ બેફામ બન્યા છે. પોલીસના પેટ્રોલીંગના દાવા વચ્ચે ચેઈન સ્નેચરો બેફામ બન્યા છે.

આ બનાવની માત્ર ૧૫ મિનિટમાં નાના વરાછામાં મૂળ ભરૂચના વતની અને નાના વરાછા લુહાર ફળિયામાં રહેતા હેમલતાબેન જગજીવનભાઈ પટેલ બપોરે ૩.૧૫ કલાકે નોકરીથી પરત ઘરે જતા હતા.

(5:08 pm IST)