Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

નવસારીની ઘનકચરા ડમ્પીંગ સાઈડ પર ભેદી સંજોગોમાં આગ ભભૂકતા અફડાતફડી

  નવસારી:નગરપાલિકાનાં ઘનકચરા ડમ્પીંગ સાઈડ ઉપર ગત રાત્રે ભેદી સંજોગોમાં આગ ભભૂકી ઉઠતાં સ્ટેશન વિસ્તાર, જલાલપોર અને પૂર્ણાનદી વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાતાં હલચલ મચી ગઈ હતી. ૩ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ નવસારીમાં બંદર રોડ ઉપર પૂર્ણા નદી કિનારે નવસારી નગરપાલિકાનો ઘનકચરો ઠાલવવામાં આવે છે. નવસારી નગરપાલિકા દ્વારા ટેન્ડર મંગાવી આ ઘનકચરાના નિકાલ માટે સુરતનાં કોન્ટ્રાક્ટરને ઈજારો આપવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે ૮-૦૦ વાગ્યાનાં સુમારે આ ઘન કચરામાં રહસ્યમય રીતે આગ ભભૂકી ઉઠી હતી. અને જોત જોતામાં આગે વિનાશક સ્વરૂપ ધારણ કરતાં લીલો-સુકો ઘનકચરો સળગતાં જ આકાશમાં ધુમાડાનાં ગોટે ગોટા ઉઠવા લાગ્યા હતા અને નવસારી સ્ટેશન વિસ્તાર જલાલપોર અને પૂર્ણા નદીનાં પટ વિસ્તાર ધુમાડો છવાય જતાં હલચલ મચી ગઈ હતી. આ ઘટના અંગે નવસારી ફાયરબ્રિગેડને જાણ થતાં જ સુપ્રીટેન્ડના કિશોરભાઈ માંગેલાની ટીમ ચાર જેટલાં ફાયર ફાયટરો સાથે ઘટના સ્થળે ઘસી ગયાં હતા પરંતુ આગ બેકાબુ બનેલી જણાતાં વિજલપોર અને બીલીમોરા નગર પાલિકાના ફાયર ફાયટરને જાણ કરવામાં આવતાં તેઓ પણ પહોંચ્યા હતા. ઘન કચરામાં લાગેલી આગ અને ધુમાડાનાં કારણે આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડતા બે જેટલાં જેસીબી મશીન બોલાવી કચરો સમેટી લઈ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

 

(5:08 pm IST)