Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

વડોદરાની નર્મદા કેનાલમાંથી બે યુવતીઓની લાશ મળતા ચકચાર

વડોદરા:શહેર નજીક શેરખી ગામની સીમમાં નર્મદા કેનાલના ગેટમાં ફસાયેલી બે યુવતીઓની લાશ આજે મળી આવી હતી. જે પૈકી એક યુવતીની મોડી સાંજે ઓળખ થઇ હતી જ્યારે બીજી યુવતીની ઓળખ થઇ શકી નથી. ઓળખાયેલી યુવતી વડોદરાના ન્યુ સમા રોડ પર રહેતી હતી.

શેરખી નર્મદા કેનાલના ગેટ નજીક આજે સવારે ૮ વાગ્યાના અરસામાં આસપાસના ખેતરમાં કામ કરતા લોકોએ બે લાશ તરતી જોઇ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા બન્ને લાશોને બહાર કાઢીને એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકવામાં આવી હતી.

(5:08 pm IST)