Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

દરવાજાનું તાળું તોડી ચાંદખેડામાં બંધમકાનમાંથી 15 લાખની ચોરી

અમદાવાદ:શહેરમાં ઠંડીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તેમ તસ્કરોઅે પણ ઠંડીની સિઝનનો લાભ ઉઠાવી તરખાટ મચાવે છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ત્રાટકીને અત્યાર સુધીમાં ૧૦૦ તોલાથી વધુના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. ખાસ કરીને ચાંદખેડા, ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ જેવા વિસ્તારોમાં તસ્કરોઅે ત્રાટકી અને ચોરી કરી છે.
ચાંદખેડા ગામ પાછળ અાવેલા અેક બંગલામાં તસ્કરોઅે બારી તોડી ઘરમાં પ્રવેશ કરી માત્ર ત્રણ કલાકમાં ૪૫ તોલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ ૧૫.૨૫ લાખની ચોરી કરી હોવાની ઘટના બની છે. ચાંદખેડા વિસ્તારમાં ૧૫ દિવસમાં ત્રીજી ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે.અા અંગે પોલીસને જાણ કરાતાં ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

(5:04 pm IST)