Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

રાજપીપળા હરસિધ્ધિ માં ના ફેસબુક પેજ પર બિભત્સ ફોટા મૂકી હિન્દૂ ધર્મની લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

વિશ્વ હિન્દુ પરિષદએ ટાઉન પોલીસમાં લેખિત રજુઆત કરી આવું કૃત્ય કરી હિન્દૂ ધર્મની લાગણી દુભાવવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ કર્યાવહીની માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના પૌરાણિક માં હરસિધ્ધિ માતા મંદિરના નામથી ફેસબુક પર એક પેજ કાર્યરત છે જેમાં ભક્તો માતાજીના દર્શન કરી શકે તેવા ધાર્મિક અને શુભ આશયથી આ પેજ ચાલુ કરાયું હોય પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી કોઈ વ્યક્તિઓ દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા હેતુથી બિભત્સય ચિત્રો અપલોડ કરી રહ્યા હોય શહેરની શાંતિ ભંગ કરવા આવા તત્વો પ્રયાસ કરતા હોવાથી આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા દ્વારા ટાઉન પી.આઈ.ને લેખિત રજુઆત કરવામાં આવી છે.

(10:14 pm IST)
  • ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગનું છમકલું : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગ લાગવાની ઘટના બંધ છે સ્થાનિક ચેનલના કહેવા મુજબ આગને તુરત જ ઠારી દેવામાં આવી હતી અને આગ કાબૂમાં આવી ગઈ છે. access_time 10:28 am IST

  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST

  • રાજકોટમાં હેર સલુનોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : કોરોના સંક્રમણ રોકવા આજથી શહેરના હેર સલુનોમાં ચેકીંગ શરૂ કરાયાનું જાણવા મળ્યુ છે access_time 3:46 pm IST