Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ બાદ વાયુ પ્રદુષણમાં ઘટાડો : નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100થી નીચે નોંધાયું

ચાંદખેડા 97, નવરંગપુરા 73, સેટેલાઇટ 92, બોપલ 63ની આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્ષ

અમદાવાદ : અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ જાહેર થયા બાદ ફરી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો છે શહેરના નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100થી નીચે નોંધાયું છે. જે પંદરેક દિવસ પહેલા ડબલ હતું. આ પહેલા પ્રથમ લોકડાઉનમાં અમદાવાદના પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ધીરે-ધીરે શહેર અનલોક થવાની સાથે વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું. જોકે હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત જોખમી હોવાથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રિ સમયે વાહનોની અવર-જવર બંધ થતા વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે અમદાવાદમાં પ્રદૂષણ 100થી નીચે આવતા લોકો રાહત અનુભવી રહ્યા છે

   અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ (એક્યુઆઇ)નું સ્તર આજે દિવસ દરમિયાન 100ની નીચે એટલે કે સંતોષકારક સપાટીએ જોવા મળ્યું હતું. થોડા મહિનાઓ પહેલા અમદાવાદના ચાંદખેડામાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 306 નોંધાઇ હતી અને તે પ્રદૂષણને મામલે અત્યંત કંગાળ સ્થિતિ ગણવામાં આવે છે. જ્યારે કર્ફ્યૂ બાદ પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડા 97, નવરંગપુરા 73, સેટેલાઇટ 92, બોપલ 63ની આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્ષ રહ્યો છે

(1:01 pm IST)