Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

વડોદરા પાલિકાની સખ્તાઇ સામે વેપારીઓમાં રોષઃ કહ્યું લોકડાઉન કરી દો

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ભંગ બદલ દુકાનો, શો-રૂમો, ખાણી-પીણીની લારીઓને સીલ મારવાની શરૂ કરેલી કાર્યવાહીના પગલે વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. વડોદરા વેપારી એસો. દ્વારા જણાવાયું હતું કે, પાડાના વાંકે પખાલીને ડામ ન દો. વેપારીઓ દ્વારા કોવિડ ૧૯ નું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્નાં છે. જા ખરેખર સંક્રમણ વધતું હોય તો લોકડાઉન કરી દો. વેપારીઓને હેરાન ન કરો.

(12:27 pm IST)