Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

રેપિડ-RTPCR રિપોર્ટ નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવાશે : કોરોના ટેસ્ટિંગને લઈને નવી ગાઈડલાઈન

રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોય તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓએ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે.

અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે જીવલેણ વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે કેન્દ્ર સરકારના નિષ્ણાંતોની ટીમે પણ આવશ્યક સૂચનો કર્યા છે. જે મુજબ રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટિંગને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોય તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓએ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે    આ સિવાય જે દર્દી સિમ્પ્ટોમેટિક હોય અને તેના રેપિડ એન્ટીજન અને RT-PCRના ટેસ્ટ  રિપોર્ટ નેગેટિવ હોય, તો તેણે સ્વાઈન ફ્લૂ માટેનો ટેસ્ટ કરાવવાનો રહેશે

આ અંગે આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ દિનકર રાવલની સૂચના અનુસાર, પોઝિટિવ દર્દીઓના હાઈરિસ્ક કોન્ટેક્ટમાં હોય, તેના વ્યક્તિઓએ 5-7 દિવસે રેપિટ એન્ટીજન ટેસ્ટ  કરાવવો પડશે. જે પૈકી સિમ્પ્ટોમેટિક હોય, તેમણે તાત્કાલીક RT-PCR ટેસ્ટ કરાવવાના રહેશે. આ ઉપરાંત પોઝિટિવ દર્દીઓના હાઈરિસ્ક કોન્ટેક્ટમાં હોય તેમને હોમ ક્વોરન્ટાઈન રાખીને ગાઈડલાઈન મુજબ મોનિટરિંગ કરવાનું રહેશે.

પેરામેડિકલ સ્ટાફ દ્વારા હોમ આઈસોલેશન હેઠળ રહેલા દર્દીઓનું દૈનિક ધોરણે મોનિટરિંગ કરવાનું રહેશે. આટલું જ નહીં, તેમના હેલ્થ ચેકઅપ બાબતનું રજિસ્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જાળવવું પડશે. જો દર્દીનું સ્વાસ્થ્ય કથળે, તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાના રહેશે

(10:37 am IST)