Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

થરાદના દુવા ગામે રૂપિયાની લેવડદેવડ મામલે ત્રણ શખ્શોએ યુવકને ગડદાપાટુનો માર માર્યો

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામે રૂપિયાની લેવડદેવડ બાબતે મારામારીની ઘટના સામે આવી. યુવક પાસેથી ઉધાર આપેલ પૈસાની માંગણી કરતા તેણે હિસાબ ચુકતે થઇ જવાની વાત કરી આથી તેના પર નાણા માગનારાઓએ ઉશ્કેરાઇ જઇને ગાળાગાળી કરી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું. પરંતુ પરિવારો આવી જતા તેઓ જાનથી મારી નાખવાની ધમકી આપતા નાસી છુટ્યા. ઇજાગ્રસ્ત યુવકે ત્રણ શખ્સો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

(10:58 pm IST)