Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વિજલપોર પાલિકા પ્રમુખ અને બાગી નગરસેવક વચ્ચે રૂપિયાની લેતીદેતી પ્રશ્ને ઝપાઝપી :સામસામી ફરિયાદ

ભાજપના કોશાઘ્યક્ષે બબલુ શર્માએ મળીને બાગી નગર સેવક જ્યોતિ રાજભરને માર્યો હોવાની ચર્ચા

વિજલપોર નગરપાલિકામાં સત્તાના સમીકરણો સાચવવાની મથામણ વચ્ચે ગતરાતે પાલિકા પ્રમુખ જગદીશ મોદી અને બાગી નગર સેવક જ્યોતી રાજભર વચ્ચે રૂપિયાની લેતીદેતી મુદ્દે થયેલી માથાકૂટ ઝપાઝપી સુધી પહોંચી હતી

  શહેર ભાજપના કોશાઘ્યક્ષે બબલુ શર્માએ મળીને બાગી નગર સેવક જ્યોતિ રાજભરને માર્યો હોવાની ચર્ચાને પગલે તંગદીલીભર્યું વાતાવરણ બનતા વિજલપોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે જ બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જગદીશ મોદી સામેની અવિશ્વાસની દરખાસ્ત 30મી નવેમ્બરે યોજાવાની છે. જે પૂર્વે ગત રાતે પાલિકા પ્રમુખ જગદીશ મોદી અને બાગી નગરસેવક જ્યોતિ રાજભર વચ્ચે રૂપિયાની લેતીદેતીમાં વિવાદ સર્જાયો જેણે પરિસ્થિતીને તંગ બનાવી છે

 

(8:19 pm IST)