Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રાજ્યભરમાંથી ગૂમ બાળકો અંગે તમામ માહિતી આપવા સરકારને હાઇકોર્ટનો આદેશ

છેલ્લા બે વર્ષમાં 4,803 બાળકો ગુમ થયાનો સરકારી અહેવાલ :મહાનગરોમાં સૌથી વધુ બાળકો ગાયબ

અમદાવાદ :રાજ્યભરમાંથી બાળકો ગુમ થવાને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારને માહિતી આપવા આદેશ કર્યો છે ગુજરાત હાઈકોર્ટે સરકાર શું પગલા ભરી રહી છે. હાલ કેટલા બાળકો ગુમ થયેલા છે. તે અંગે વિગતો રજૂ કરવા કહ્યું છે. આ સાથે જ જો હજારોની સંખ્યામાં બાળકો ગુમ હોય તો તે ગંભીર બાબત હોવાનું પણ હાઈકોર્ટે કહ્યું છે.

 ચાઇલ્ડ ટ્રાફિંકીંગ અે ભારતની સૌથી મોટી ગુનાખોરી છે.ભીખ માગવા માટે મોટાપાયે બાળકોનો ઉપયોગ થાય છે. બાળક ગુમ થયા બાદ 60 ટકા કેસમાં પોલીસને નિષ્ફળતા મળે છે. જેના માટે  ચિંતિત હોઈઅે છીઅે.સ્કૂલો બહાર અાજે પણ ટાઈટ સિક્યોરિટી અેટલા માટે જ છે. અામ છતાં બાળકો ગુમ થવાનો અાંક ઘણો મોટો છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4,803 બાળકો ગુમ થયા હોવાનો સરકારી અહેવાલ છે. સૌથી વધુ બાળકો રાજ્યના 4 મહાનગરોમાંથી ગાયબ થયા છે. 

(8:26 pm IST)