Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સુરત મનપા દ્વારા પ્રદૂષણ ઘટાડવા રાજ્યમાં રિવર્સ વેડિંગ મશીન મુકાશે

સુરત: મહાનગરપાલિકાએ પર્યાવરણને ખતરારૂપ પ્લાસ્ટીકનું દુષણ ઘટાડવા માટે રીવર્સ વેડીંગ મશીન મુકવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. શહેરમાં સૌથી વધુ લોકો મુલાકાત લે છે તે સરથાણા નેચર પાર્ક અને પીપલોદ નાઈટ બજારમાં મશીન હાલ પુરતા મુકવામાં આવશે. મશીનની ખાસીયત છે કે તેમાં પ્લાસ્ટીકની ખાલી બોટલ નાંખો તો બોટલ નાંખનારાને સામા પૈસા મળે છે. જો મ્યુનિ.નો પ્રોજેક્ટ સફળ થાય તો શહેરના રસ્તા પર પ્લાસ્ટીકની બોટલ રખડતી દેખાશે તેવું લાગી રહ્યું છે. 

સુરત પાલિકાએ જુનના રોજથી ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી બેગ પર પ્રતિબંધ મુક્યો છે.  પ્રતિબંધ બાદ મ્યુનિ. તંત્રએ પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડીને દંડ પણ કર્યો છે. પાલિકા  વિસ્તારમાંથી સોલીડ વેસ્ટમાં સતત થતો વધારો થાય છે તેનો નિુકાલ કરવા માટે આયોજન કરી રહી છે. મ્યુનિ.ના સોલિડ વેસ્ટમાં પ્લાસ્ટીકનો વધુ ઉપયોગ થતો હોવાથી તેના નિકાલ કરવા માટે આયોજન કર્યું છે. પ્લાસ્ટીકનો વપરાશ અને પ્રદુષણ ઘટાડવા માટે રીવર્સ વેડીંગ મશીનનો પ્રોજેક્ટ લાવી રહી છે.

(5:33 pm IST)