Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વડોદરાના નવાપુરામાં અજાણ્યા બાઈક સવારે કર્મચારીના મકાનમાં આગ ચાંપતા ચકચાર:પરિવાર જનોમાં દોડધામ મચી જવા પામી

વડોદરા:શહેરના નવાપુરા વિસ્તારમાં કિલ્લેદાર ફળિયામાં રહેતા ગેરીના કર્મચારી પરિવાર સાથે રાત્રે સૂતા હતા તે સમયે એક અજાણ્યા બાઈકસવારે તેમના ઘરમાં જ્વનલશીલ પ્રવાહી નાખીને આગ ચાંપી દેતા પરિવારજનોમાં દોડધામ મચી હતી.

નવાપુરા કિલ્લેદાર ફળિયામાં પત્ની જશોદાબેન અને પરિણીત પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા ૫૭ વર્ષીય પૂનમભાઈ ચુનિલાલ સોલંકી રેસકોર્સ ખાતે ગુજરાત એન્જિનિયરિંગ રીસર્ચ ઈન્સ્ટીટયુટ (ગેરી) ખાતે ફરજ બજાવે છે. ગત મોડી રાત્રે તે જમી પરવારીને મકાનમાં સુતા હતા તે સમયે સવા બારથી સાડા બારના અરસામાં એક અજાણ્યો બાઈકસવારે તેની બાઈક ઘરની બહાર પાર્ક કરી હતી.

(5:27 pm IST)