Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

નડિયાદમાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનની ગ્રીલ તોડી તસ્કરોએ 45 હજારની ઉઠાંતરી કરી

નડિયાદ:માં છેલ્લાં ઘણાં સમયથી સોસાયટી વિસ્તારમાં આવેલા બંધ મકાનોમાં ચોરીનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. વધુ એક બનાવમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતું એક પરિવાર શિરડી ખાતે દર્શન કરવા ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનમાં ત્રાટકેલ તસ્કરોએ રૂ.૪૫,૦૦૦ ની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. વધતાજતા ચોરીઓના બનાવોને લઈને પોલીસ રાત્રિ પેટ્રોલીંગ તેજ બનાવે તેવી શહેરની પ્રજાની માંગ છે. 

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મેઘદુત સોસાયટીના બંગલા નં.૧૩માં રહેતાં અને જ્યોતીષનો વ્યવસાય કરતા પ્રકાશચંદ્ર રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ ગત તા.૨૪ના રોજ પરીવાર સાથે શિરડી સાંઇબાબાના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યાં બાદ તેઓ નડિયાદ પરત આવ્યાં હતાં. ઘરનો દરવાજો ખોલતા ઘરનો તમામ સામાન વેર વીખેર હાલતમાં જોવા મળ્યો હતો. તેથી ઘરમાં ચોરી થઈ હોવાનુ જણાઈ આવ્યું હતું. તેમણે તરત બાબતે પશ્ચિમ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે ઘરની જમણી બાજુની બારીની લોખંડની ગ્રીલ તોડી, તેને ઊંચીકરી તસ્કરોએ ઘરમાં પ્રવશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના રૂપિયા ૨૭,૦૦૦ના તેમજ રોકડ રૂપિયા ૧૮,૦૦૦ મળી કુલ રૂ.૪૫,૦૦૦ ની ચોરી કરી ગયાં હતાં. 

(5:27 pm IST)