Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વડોદરાના માંજલપુરમાં રેલવે ટ્રેક નીચેથી મહિલાની લાશ મળી આવી: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર બ્રિજ નીચે રેલવે ટ્રેક પાસેથી આજ ેસવારે એક મહિલાની સગગી ગયેલા લાશ મળતા સ્થળ પર લોકટોળા ઉમટી પડયા હતા. દરમિયાનમાં બાબતે કોઇએ માંજલપુર પોલીસ અને રેલવે પોલીસને જાણ કરતા બન્ને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને રેલવે પોલીસની હદ્દ નક્કી થતાં હવે મામલે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

વડસર બ્રિજ નીચે આવેલ રેલવેની પાવર ઇક્વિપમેન્ટ ઓફિસની બાજુમાં રેલવે ટ્રેકની પાસે કોઇ મહિલાની લાશ સળગી રહી હોવાનો કન્ટ્રોલને સવારે વાગ્યે ફોન મળતાં પોલીસ દોડી ગઇ હતી. સ્થળ પર તપાસ કરનાર રેલવેના મહિલા પોલીસ અધિકારીનું કહેવુ છે કે સળગી ગયેલી લાશ આશરે ૪૦ વર્ષની મહિલાની છે. લાશની આસપાસથી તેની ઓળખ થાયે તેવા કોઇ પુરાવા મળ્યા નથી. આશ્ચર્ય વાતનું છે કે જે સ્થળેથી લાશ મળી છે રેલવે ટ્રેક અને રોડ વચ્ચેની જગ્યા છે અને રોડ સતત અવરજવરથી ધમધમતો હોય છે. પોલસની પીસીઆર વાન પણ અહી પાર્ક હોય છે. તેમ છતાં મહિલાને સળગતી હાલતમાં કોઇએ જોઇ નથી. બનાવ અકસ્માતે મોતનો છે કે પછી હત્યા કે આત્મહત્યાનો તેનું પગેરૃ મેળવવા માટે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. 

 

(5:26 pm IST)