Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમદાવાદમાં મનપાના એન્જીનીયર વિભાગ દ્વારા ફૂટપાથ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી મળતા ચકચાર

અમદાવાદ: મ્યુનિ.ના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ફૂટપાથ અને અન્ય ખુલ્લી જગ્યામાં નખાતા બ્લોક્સ અને નવી બનતી રોડ ડિવાઇડરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અનેક જગ્યાએ જુના- નવા બ્લોક્સ ભેગા કરીને નાખવામાં આવે છે. 

બે દિવસ પહેલાં દક્ષિણ ઝોનમાં ગુરૂજી બ્રિજ પાસ, નરનારાયણ સોસાયટી વિસ્તારમાં નખાતા બ્લોક્સ જૂના હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. 'સેકન્ડના બ્લોક્સ ઉતાર્યા ને ?' તેવી અધિકારીઓ વચ્ચેની વાતચીતનો વિડિયો વાયરલ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણી જગ્યાએ સારા હોવા છતાં બ્લોક્સ ઉખાડીને નવા નાખવામાં આવે છે અને જૂના ઉખાડેલા બ્લોક્સ બીજી સોસાયટીઓમાં મિક્સ કરીને વાપરી નાખવામાં આવે છે અને બિલો નવા બ્લોક્સના પાસ કરાવી લેવાય છે. 

(5:25 pm IST)