Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અનામત આંદોલનને વધુ વેગવંતુ કરવા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ઉતર ગુજરાત પાસની મિટીંગ

રાજકોટ તા. ર૯ : પાટીદાર અનામત આંદોલન સમિતી ''પાસ'' દ્વારા આજે ઉત્તર ગુજરાતની મીટીંગ પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ છે.

આજે બપોરે ૧ વાગ્યે બહુચરાજી માતાજીના મંદિર, સંખારી તા.જી. પાટણ ખાતે યોજાનારી બેઠકમાં ગાંધીનગર, મહેસાણા, બહુચરાજી, અરવલ્લી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, હિંમતનગરના પાસના કન્વીનરો સહ કન્વીનરો ઉપસ્થિત રહેશે.

જેમાં પાટીદાર સમાજને અનામત આપો અને અલ્પેશ કથિરીયાને જેલમુકત કરો સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. (૬.૧૦)

(11:39 am IST)