Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કૌભાંડી વિનય શાહ સહિતના તમામ આરોપીની મિલકતો ટાંચમાં લેવા માટે યાદી તૈયાર કરાઇ

બેંક પાસબુકોના આધારે નાણાકીય વ્યવહારોની જાણકારી મેળવવા માટે બેંકોના સ્ટેટમેન્ટ પણ મંગાવ્યા

અમદાવાદ: કરોડોનું કૌભાંડ ભાગી ગયેલ વિનય શાહની નેપાળમાં ધરપકડ કરાઈ છે. વિનય શાહને ગુજરાતમાં ક્યારે લાવવામાં આવશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. વિનય શાહ અને ભાર્ગવી શાહ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડી મામલે દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહયા છે. CID ક્રાઇમે તપાસ દરમ્યાન અત્યાર સુધી કુલ 24 લોકોના નિવેદનો નોંધ્યા છે.

વિનય શાહ અને ભાર્ગવી શાહના ઘરેથી મળી આવેલા બેંક પાસબુકોના આધારે નાણાકીય વ્યવહારોની જાણકારી મેળવવા માટે બેંકોના સ્ટેટમેન્ટ પણ મંગાવ્યા છે. તો બીજી તરફ પરિવારના સભ્યો અને કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવા માટેની પણ એક યાદી તૈયાર કરાઇ છે.

વિનય શાહની ચારેક કંપની ઓમાં લોકોએ કરોડોનું રોકાણ કર્યું છે. જેમાંથી માત્ર ડીજી લોકલ્સ કંપનીના 297 સભ્યોનું રૂપિયા 2.23 કરોડનું રોકાણ કંપનીમાં કર્યું હોવાનું CIDની તપાસ દરમ્યાન સામે આવ્યું છે.

(1:10 am IST)