Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ગુજરાત ચૂંટણી : પ્રથમ ચરણમાં ૯૭૭ ઉમેદવાર મેદાનમાં રહેશે

બીજા તબક્કામાં ૯૩ બેઠક માટે ૧૬૬૪ ફોર્મ ભરાયા છેઃ રાષ્ટ્રીય પક્ષોના ૨૭૩ ઉમેદવારો મેદાનમાં છે : ૧૨.૩૭ લાખ યુવા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે : ૪૪.૪૮ કરોડનો મુદ્દામાલ કબજે

અમદાવાદ, તા.૨૯, રાજયમાં આગામી ૯ તેમજ ૧૪ ડિસેમ્બરના રોજ બે તબકકામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે આ અગાઉ પુરી કરવામા આવેલી પ્રક્રીયા બાદ પ્રથમ તબકકાની ૮૯ બેઠકો માટે કુલ ૯૭૭ ઉમેદવારોની વચ્ચે ચૂંટણીજંગ ખેલાશે એ નિશ્ચિત બન્યુ છે.આ ઉપરાંત બીજા તબકકા માટેની ૯૩ બેઠકો માટે કુલ મળીને ૧૬૬૪ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામા આવ્યા છે.રાષ્ટ્રીય પક્ષોના કુલ ૨૭૩ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યુ છે.તો આ વખતે ૧૨.૩૭ લાખ જેટલા યુવા મતદારો સૌ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.બીજી તરફ રાજયમાં સો વર્ષ ઉપરની વયના કુલ ૭૬૭૦ મતદારોની નોંધાયા છે.રાજય ચૂંટણીપંચ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આદર્શ આચારસંહિતાના અમલ દરમિયાન અત્યારસુધીમાં કુલ ૫૬૫૦૧ હથિયાર પરવાનેદારો પૈકી ૫૧૧૮૬ જેટલા પરવાનેદારો દ્વારા પોતાના હથિયાર જમા કરાવવામાં આવ્યા છે.રાજયના વિવિધ વિસ્તારોમાંથી અત્યારસુધીમાં કુલ મળીને રૃપિયા ૧૯.૮૨ કરોડની કિંમતનો વિદેશી દારૃ અને રૃપિયા ૨૪.૩૧ લાખની કિંમતના દેશી દારૃ સાથે કુલ રૃપિયા ૨૪.૪૧ કરોડની અન્ય ચીજો મળીને કુલ રૃપિયા ૪૪.૪૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત રાજયમાં ફલાઈંગ સ્કવોર્ડ અને એસએસટી દ્વારા કુલ રૃપિયા ૧.૮૪ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.રાજયમાં આગામી ૯ ડિસેમ્બરના રોજ પહેલા તબકકાની ચૂંટણી માટે મતદાન હાથ ધરવામાં આવનાર છે.આ તબકકામાં ૮૯ બેઠકો માટે ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની પ્રક્રીયા પુરી થયા બાદ હવે મેદાનમાં કુલ ૯૭૭ ઉમેદવારો રહેવા પામ્યા છે.જેમાં ભાજપના ૮૯,કોંગ્રેસના ૮૭,એનસીપીના ૩૦,બસપાના ૬૪,સીપીઆઈના એક,સીપીઆઈએમના બે ઉમેદવારો મળીને કુલ ૨૭૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે અન્ય રાજયોમાં નોંધાયેલા રાજકિયપક્ષોમાં આમ આદમી પાર્ટીના ૨૧,જનતાદળ-યુના ૧૪,શિવસેનાના ૨૫ અને સમાજવાદી પાર્ટીના ૪ મળી કુલ ૬૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.આ સિવાય બિન માન્યતા પ્રાપ્ત નોંધાયેલા રાજકીય પક્ષોના ૧૯૮ અને અપક્ષ-૪૪૨ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.આચારસંહિતા સંબંધી અત્યારસુધીમાં કુલ ૧૨૭ રજૂઆતો મળી છે આ પૈકી ૧૧૧ રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે.રાજયમાં બીજા તબકકાની ચૂંટણી  ૧૪ ડિસેમ્બરના રોજ યોજાવાની છે  આ માટે કુલ મળીને ૧૬૬૪ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે.રાજયમાં આ વખતે ૧૨.૩૭ લાખ યુવામતદારો સૌ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જ્યારે સો વર્ષ કે તેથી વધુની વયના કુલ ૭૬૭૦ મતદારો નોંધાયા છે.રાજયમાં કુલ ૫૬૫૦૧ લોકો પાસે પરવાનાવાળા હથિયારો છે આ પૈકી અત્યારસુધીમાં કુલ ૫૧૧૮૬ લોકોએ તેમના હથિયાર જમા કરાવ્યા છે.આચારસંહિતાના અમલ દરમિયાન અત્યારસુધીમા રાજયના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૯.૮૨ કરોડની કિંમતનો વિદેશીદારૃ અને રૃપિયા ૨૪.૩૧ લાખના દેશીદારૃ સાથે અન્ય રૃપિયા ૨૪.૪૧ કરોડની ચીજો મળી કુલ રૃપિયા ૪૪.૪૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતના કુલ ૧૯ જિલ્લામાં આવેલા મતવિસ્તારમાં ૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.બીજા તબકકામાં ૨૭મીના રોજ અંતિમ દિવસ સુધીમા કુલ ૧૬૬૪ ઉમેદવારોએ  ફોર્મ ભર્યા છે. બીજી તરફ આચારસંહિતા મામલે કુલ ૧૨૭ રજૂઆતો મળી છે જે પૈકી ૧૧૧ રજૂઆતોનો નિકાલ કરવામા આવ્યો છે. બીજી તરફ રાજયમાં ફલાઈંગ સ્કવોર્ડ અને એસએસટી દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં રોકડ રકમ અને સોનુ જપ્ત કરવાના ૨૭ કેસ નોંધવામાં આવ્યા છે.જેમાં જામનગર, અમદાવાદ શહેર, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ અને તાપીમાં એક-એક તથા બનાસકાંઠા અને મોરબીમાં ચાર-ચાર, નવસારી, ગાંધીનગર અને ખેડામાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે.જે પૈકી ૧૫ કેસમાં કુલ રૃપિયા ૧.૮૪ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ તમામ કેસની તપાસ ઈન્કમટેકસને સોંપવામાં આવી છે. પોલીસતંત્ર દ્વારા તકેદારીના પગલારૃપે કુલ ૪૯,૬૫૭ બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે. નસાબંધીના ૨૬,૯૪૨ કેસોમાં કાર્યવાહી કરીને ૨૧,૮૨૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમો હેઠળ કુલ ૧,૩૯,૦૯૪ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.

પ્રથમ તબકકામાં કોના-કેટલા ઉમેદવારો........

પક્ષ

ઉમેદવારોની સંખ્યા

બસપા

૬૪

ભાજપ

૮૯

સીપીઆઈ

૦૧

સીપીઆઈએમ

૦૨

કોંગ્રેસ

૮૭

એનસીપી

૩૦

આપ

૨૧

જનતાદળ-યુ

૧૪

સમાજવાદી પાર્ટી

 ૦૪

શિવસેના

૨૧

બિનમાન્યતા પ્રાપ્ત

૧૯૮

અપક્ષ

૪૪૨

કુલ

૯૭૭

 

 

 

(9:49 pm IST)