Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સજવા ગામના પાટીયા પાસે મોટરસાઇકલ ચાલકે ઉભેલી ટ્રકમાં પાછળ બાઈક અથાળતા સ્થળ પર મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના સજવા ગામના પાટિયા પાસે ઉભેલી હાઈવા ટ્રકની પાછળ પુરપાટ આવી રહેલી મોટરસાઇકલ ઘૂસાડી દેનાર બાઈક ચાલાક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર સોમાભાઈ ભંગળભાઈ વસાવા(રહે.આમલેથા) ની ફરીયાદ મુજબ તારીખ 28.10.21 ના સાંજે 7.45 કલાકે તેમનો દિકરો વિપુલભાઈ સોમાભાઇ વસાવા( ઉ.વ.૨૪) નો પોતાની કબ્જાની મોટર સાયકલ નંબર GJ.06.FE.8212 પુરઝડપે હંકારી લઇ રાજપીપલા તરફ આવી રહ્યો હતો તે વખતે સજવા ગામના પાટીયા પાસે રોડની સાઇડમાં ઉભેલી હાઇવા ટ્રક નંબર GJ.16.X.8965 ના પાછળના ભાગે ભાગે એક્સીડન્ટ કરી ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર પોતાનું મોત નિપજાવતા રાજપીપળા પોલીસે મૃતક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:43 pm IST)