Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રાજપીપળાની ભગવાન સો.મિલમાં આગ લાગતા લાકડા સહિતની તમામ વસ્તુઓ ભસ્મીભૂત:મોટા નુકશાનનો અંદાજ

રાજપીપળા નગરપાલિકાના બે ફાયર ફાઈટરો તુરંત સ્થળ પર પહોંચતા આગ પર કાબુ મેળવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા હરસિધ્ધિ માતાથી સંતોષ ચાર રસ્તા તરફ જતા માર્ગ ઉપર આવેલી ભગવાન શો મિલમાં આજે અચાનક આગ લાગતા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.

ભગવાન સોમિલમાં લાગેલી આગ સોર્ટસર્કિટ ના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે લાકડાનું કામ કરતા આ સ્થળ પર આગ લાગતા જ આગે જોત જોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા આગ અને ધુમાડા ના ગોટા દૂર દૂર સુધી પહોંચતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જોકે આ ભયાનક આગમાં સોમિલમાં મુકેલા લાકડા સહિતનો તમામ મુદામાલ બળીને ખાક થઈ ગયો હોવાથી મોટા નુકસાન નો અંદાજ છે.આગની જાણ થતાંજ રાજપીપળા નગરપાલિકાના બે ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગા કાબુમાં લીધી હતી રાજપીપળા ટાઉન પીઆઇ એમ.બી.ચૌહાણ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી

(10:42 pm IST)