Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે મેગા દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વાસુકિયા : વિરમગામ ડિવિઝનના વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે મેડિકલ કેમ્પ તથા દિવ્યાંગ પ્રમાણપત્રો માટેના કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર, વિરમગામ પ્રાંત, વિરમગામ નગરપાલિકા, સોલા સિવિલ હોસ્પિટલ તથા સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તારીખ 29/10/21 , સવારે 11 થી 5 વાગ્યા સુધી , ગાંધી હોસ્પિટલ વિરમગામ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિઓને સરકાર દ્વારા ચાલતી સમાજ સુરક્ષા તેમજ અન્ય માહિતી પણ પુરી પાડવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(6:10 pm IST)