Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

દિવાળી પહેલા રાજ્યના 10 IAS અધિકારીઓની બદલી : જેપી ગુપ્તાને નવા નાણાં સચિવ બનાવાયા:મિલિન્દ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ

મનોજ કુમાર દાસને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા: અવંતિકા સિંઘને GIDBના CEO તરીકેનો વધારાનો ચાર્જ : બી એ શાહની બોટાદનાં કલેકટર પદ પર ટ્રાન્સફર

અમદાવાદ :ગુજરાતમાં નવી સરકારનાં ગઠન બાદ મંત્રીઓ બદલાઈ ગયા છે ત્યારે હવે દિવાળી પહેલા રાજ્ય સરકારે મોટા અધિકારીઓને પણ બદલવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના 10 અધિકારીઓની એક સાથે બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર સામે આર્થિક ક્ષેત્રે ઘણા પડકારો છે ત્યારે જેપી ગુપ્તાને નવા નાણાં સચિવ બનાવવામાં આવ્યા છે જ્યારે મિલિન્દ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

મનોજ કુમાર દાસને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે
ચંદ્ર વાનુ સોમને નર્મદા અને પાણી પુરવઠા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે
જગદીશ કુમાર ગુપ્તાનું નાણાં વિભાગમાં પ્રિન્સિપિલ સેક્રેટરી તરીકે ટ્રાન્સફર  કરાઈ છે
અશ્વિની કુમાર સ્પોર્ટ્સ વિભાગના સચિવ તરીકે નિયુક્તિ, સ્પોર્ટ્સ ઓથોરીટીનો વધારાનો ચાર્જ અપાયો છે
મિલિન્દ શિવરામ તોરવણેને સ્ટેટ ટેક્સનાં ચીફ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ અપાયો છે
અવંતિકા સિંઘને GIDBના CEO તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે
BA શાહનું બોટાદનાં કલેકટર પદ પર ટ્રાન્સફર કરાઈ છે
S છકછુકને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનાં ડાયરેક્ટર પદનો વધારાનો ચાર્જ અપાયો છે
કમલ શાહની એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકે નિયુક્તિ
તુષાર દલપતભાઈ સુમેરાનું ભરૂચના કલેકટર તરીકે ટ્રાન્સફર

(8:07 pm IST)