Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

વડોદરાને ભિખારીમુકત બનાવવા માટે અનોખા અભિયાનમાં પોલીસ દંડા નહિ ભોજન,લોકઅપ નહિ સરકારી આસરો આપે છે

ખુદ માતા પિતા જ લોકોની સહાનુભૂતિ મેળવવા માસૂમ બાળકોને આગળ કરતા હોવાનું તારણ : પોલીસ કમિશનર શમશેર સિંઘ, એડી.પોલીસ કમિશનર ચિરાગ કોટડીયા,ડીસીપી એલ.એ.ઝાલા તથા એસીપી પી.આર.રાઠોડના નેતૃત્વમાં પીઆઇ કિરીટ લાઠિયા ટીમ ભીક્ષુક ગૃહ સાથે રહી અનોખુ અભિયાન ચલાવે છે

 રાજકોટ તા.૨૯,  વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘની ગણના રાજ્ય પોલીસ તંત્રના સ્વચ્છ છબી ધરાવતા અધિકારી સાથે અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવા માટે જાણીતી છે, પરંતુ આ અધિકારી સામાન્ય પ્રજા માટે માનવીય અભિગમ ધરાવવા માટે એટલા જ જાણીતા છે. લોકડાઉન દરમિયાન પણ તેઓ દ્વારા લોકોની મુસીબત વખતે જે રીતે મદદ પૂરી પાડી તેનાથી લોકો પણ ખૂબ જેનાથી પ્રભાવિત થયા છે. આવા અધિકારી તથા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા વડોદરા શહેરને ભિખારીઓ મુકત વડોદરા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.    

 સીપી સાથે એડી.સીપી ચિરાગ કોરડીયા,ડીસીપી એલ.એ.ઝાલા તથા એસીપી પી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ ગુનેગારો પર ભારે ધાક ધરવતા પીઆઇ કિરીટ લાઠીયાના નેતૃત્વ હેઠળ  સી ટીમ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે.                                   

ભીક્ષુક વિરોઘના આ અભિયાનની વિશેષતા એ છે ભીક્ષુક ગૃહ્ ના અધિકારીઓ સાથે રહી ચલાવતા આ અભિયાનમાં તેમની સામે ગુનેગાર જેવું વર્તન થતું નથી, તેમને ભીખ માગતા રોકી તેમને માટે પોલીસ મથકે  ભરપેટ ભોજનની વ્યવસ્થા કરી હતી.  ત્યારબાદ તેમને સમજાવટ કરી ભીક્ષુક ઞૃહને હવાલે કરેલ.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભીખ માંગી ગુજરાન ચલાવતા ભિખારીઓ,  અને ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમમાં મોકલ્યા બાદ તેમનું કાઉન્સિલીગ તેઓ સ્વ નિર્ભર બને તેવા પ્રયત્નો સતત ચાલશે. ખાસ કરી ભીખ માગતા માસૂમ બાળકને ખુદ તેમના માતા પિતા દ્વારા સહાનુભૂતિ જીતવા આગળ કરી તેમનું બચપણ છીનવાઈ જવા સાથે ભાવિ અંધકારમય બનતું અટકાવવા વિશેષ યોજનાઓ પણ ચાલી રહી છે.

(3:43 pm IST)