Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે : મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ આવકાર્યા

અમદાવાદ : ગુજરાતની ટુંકી મુલાકાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી આજે બપોરે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિશ્રીનો ભાવભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્યસચિવશ્રી પંકજ કુમાર તેમજ વરિષ્ઠ અધિકારીઓએ કર્યો હતો. રાષ્ટ્રપતિશ્રી તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આવતીકાલે ભાવનગર જિલ્લા અને શહેરની મુલાકાત લઇને ભાવનગર મહાનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧૦૮૮ આવાસોનો લોકાર્પણ કરવાના છે.

(3:53 pm IST)