Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કોંગ્રેસનો કારમો પરાજય નિશ્ચિત:ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો નથી: ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીનો પર્યાય

લીંબડી અને મોરબીની જાહેરસભામાં મુખ્યમંત્રી રૂપાણી અને સી.આર.પાટિલ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરાયા

  અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, વખતની ચૂંટણીમાં જનતા કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાની છે, કોંગ્રેસનો કારમો પરાજય નિશ્ચિત છે, કોંગ્રેસ પણ પોતાની હાર ભાળી ચૂકી છે, તેની પાસે કોઈ મુદ્દો નથી. ગુજરાતમાં જનતાના આશીર્વાદથી ભાજપાની પૂર્ણ બહુમતીની સ્થિર સરકાર છે અને મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે, આવનાર ચૂંટણીમાં પણ મતદારો ભાજપને સમર્થનમાં મતદાન કરીને સરકારને વધુ મજબૂતી આપી રાજ્યની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપશે.

 મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લીંબડી અને મોરબી ખાતે જાહેરસભાઓને સંબોધન કર્યું હતું તેમજ સામાજિક અગ્રણીઓ તથા વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. પ્રસંગે જાહેરસભાને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ આજે તેના પૂર્વ ધારાસભ્યોને પક્ષપલટુ કહી રહી છે, કોંગ્રેસ છે જેણે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા શંકરસિંહ વાઘેલાને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બનાવ્યા, કોંગ્રેસ છે જેણે બાબુભાઇ જસભાઈ પટેલના નેતૃત્વની સરકાર તોડી હતી

કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ કૉંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતાના કારણે, અંદરોઅંદરના તીવ્ર જૂથવાદને કારણે, કોંગ્રેસની ફક્ત એક પરિવારની ભક્તિ કરવાની પરંપરાને કારણે કોંગ્રેસથી પોતાને અલગ કર્યા છે અને ચૂંટણી આવી છે. કોંગ્રેસની ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો રહ્યા નથી, મહાત્મા ગાંધીની કોંગ્રેસ ક્યારની ખતમ થઈ ચૂકી છે, રાહુલ ગાંધીની કોંગ્રેસ બની ચુકી છે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીનો પર્યાય બની ચુકી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નહેરૂએ વર્ષો પહેલાઆરામ હરામ હૈ’, એવું કહેલું પણ ત્યારબાદ દેશમાં રોજગારી માટે કાંઈ કર્યું નહિ, સૂત્ર આપીને પોતે આરામ કર્યો અને દેશમાં બેરોજગારીનો દર વધ્યો. કોંગ્રેસે વર્ષો સુધી ધર્મ-સંપ્રદાયોમાં, જ્ઞાતિ-જાતિમાં ઝગડા કરાવી, વર્ગ વિગ્રહ ઉભા કરાવી, વોટબેંકનું રાજકારણ કરી સત્તામાં આવી દેશને લૂંટવાનું કામ કર્યું છે. ગુજરાતની શાણી જનતા તો કોંગ્રેસને સુપેરે ઓળખી ગઈ છે એટલે 25 વર્ષથી તેને સત્તાથી દુર રાખી છે. ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ. આજે ગુજરાત દેશનું સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય અને સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય છે, તમામ ક્ષેત્રે ઉચ્ચ સુવિધાઓથી સજ્જ છે, ગુજરાત આજે રમખાણ મુક્ત બન્યું છે, રાજ્ય શાંતિ અને સલામતીનું વાતાવરણ છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાશનમાં ગુંડાઓ અને લુખ્ખાઓ કોંગ્રેસના મંત્રીઓના નિવાસસ્થાને આશરો લેતા હતા, કોઈ નાગરિક પોતાને સલામત મહેસુસ નહતો કરી શકતો. આજેગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડેના સંકલ્પ સાથે રાજ્ય સરકારે નવા કડક કાયદાઓ બનાવ્યા છે. કોંગ્રેસના દિશાહીન શાસનને કારણે, કોંગ્રેસના લુલા કાયદાઓને કારણે રાજ્યના ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂતો તેમજ શહેરના નાગરિકોની સંપત્તિઓ ભૂમાફિયાઓ પચાવી પાડતા હતા. રાજ્યની ભાજપ સરકારે માફિયાઓ સામે કડક કાયદો લાવી, નિર્દોષ માણસની સંપત્તિ કોઈ હડપ કરી જાય તેની ચિંતા કરી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓના ઉર્જા અને ઉત્સાહથી સ્પષ્ટ છે કે ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય અને કોંગ્રેસની કારમી હાર નિશ્ચિત છે. કોંગ્રેસની આજની પરિસ્થિતિ માટે કોંગ્રેસ પોતે જવાબદાર છે. કોંગ્રેસની પધ્ધતિ રહી છે કે, ચૂંટણી ટાણે જનતાને ભ્રમિત કરી, જૂઠા વાયદાઓ આપી, લાલચ આપી મત લેવા અને સત્તામાં આવ્યા પછી ગાયબ થઈ જવું, કયારેય જનતા વચ્ચે આવવું નહીં, ફક્ત દેશને લૂંટવાનું કામ કરવું, માટે કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને એક સમયની અતિ મજબૂત કહેવાતી કોંગ્રેસ આજે ટાઇટેનિકની જેમ ડૂબતું જહાજ બની ચુકી છે

(11:27 pm IST)
  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST