Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ડાંગ બેઠક પરની પેટાચૂંટણીમાં ત્રણ ઉમેદવારોને ચૂંટણીપંચે નોટીસ ફટકારી

ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ નહીં કરતા નોટીસ

ડાંગ બેઠક પર યોજાનારી પેટાચૂંટણી અંગે ચૂંટણીપંચે ભાજપના ઉમેદવાર વિજય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત અને બીટીપીના ઉમેદવાર બાપુભાઈ ગાવિતને નોટિસ ફટકારી છે. તેઓએ ચૂંટણીખર્ચના હિસાબો રજૂ ન કરતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે

 ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજાવવાની છે તેમા એક બેઠક ડાંગની પણ છે

(8:34 am IST)
  • દિલ્હીમાં એર પોલ્યુશન સર્જનાર માટે જેલ અને જંગી દંડની જોગવાઇ: દિલ્હીનું હવામાન નિરંતર બદતર બનતું જાય છે ત્યારે દિલ્હી એનસીઆરમાં એર પોલ્યુશન માટે નવો કાયદો અમલમાં આવી રહ્યો છે. જેમાં હવાનું પ્રદૂષણ સર્જનાર માટે પાંચ વર્ષ સુધીની જેલની સજા અને એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. access_time 11:38 am IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST