Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે રવિપાકોને ભારે નુકશાન : ઉભો પાક પડી જતા ખેડૂતોની હાલત કફોડી

ડાંગ, શેરડી સહિત રવીપાકો કરતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન

નવસારી જિલ્લામાં સતત વરસતા વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે ડાંગ, શેરડી સહિત રવીપાકો કરતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે

  સીઝનમાં સારા વરસાદ પડતા ખેડુતોએ ડાંગર, શેરડી સહિતના પાકોનુ વાવેતર કર્યુ હતુ. પરંતુ નવસારી જિલ્લા સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડુતોનો ઉભો પાક પડી જતા ખેડુતોની હાલત કફોડી થવા પામી છે. ખેડુતોના પાકને નુકશાનની સાથે જ જે મંડળીમાં ખેડુતો પોતાનો પાક આપતા હતા એ મંડળીએ પણ ખેડુતોના પાક લેવાની ના કહી દેતા ખેડુતના માથે આફ ફાટયુ છે.

  સરકાર પણ આવનાર ૩૦ તારીખ સુધીજ પાકની ખરીદી કરશે જે સમય વધારવા પણ ખેડુતો માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડુત દેવાદાર ની સાથે પાયમાલ બન્યો છે. તો ખેડુતોના પાકને નુકશાન થતા ખેડુતો હવે સરકાર તરફ રાહત પેકેજ ની આશા રાખી રહ્યા છે. તો ખેડુતોને સરકાર રાહત આપે એ જરૂરી બન્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે બદલાયેલા વાતાવરણ અને સિસ્ટમના પગલે ચોમાસુ મોડે સુધી રહ્યું હતું, ત્યારબાદ દિવાળીનો તહેવાર આવે તે પહેલા ક્યાર વાવાઝોડુ આવી ગયું અનેં ખેૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે. હજારો વિઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, માત્ર દક્ષિણ ગુજરાત જ નહી પરંતુ રાજ્યના અનેક વિસ્તારમાં આ કમોસમી કુદરતી આપત્તિ આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

(8:35 pm IST)