Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, વિરમગામના કાઉન્સિલર નિલેશ ચૌહાણ, દીપા ઠક્કર સહિતના ભાજપના નેતાઓ દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રી સહિતના નેતાઓની નૂતન વર્ષે શુભેચ્છા મુલાકાત લીધીઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પ્રગતિશીલ ગુજરાતની વધુ પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી

(વંદના નીલકંઠ વાસુકિયા - વિરમગામ) અમદાવાદ જિલ્લાના વિરમગામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ નૂતન વર્ષમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મોટા નેતાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિરમગામ ભાજપના નેતાઓએ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય વિજયભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા , મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ , અમદાવાદના મેયર બીજલબેન પટેલની નવા વર્ષની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પ્રગતિ શીલ ગુજરાત ની વધુ પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત રાજનીતિના ચાણક્ય માનવામાં આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમના ધર્મ પત્ની સોનલબેન શાહ ની નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત લીધી હતી.  વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, નવદિપભાઇ ડોડીયા, વિરમગામના કાઉન્સિલર નિલેશ ચૌહાણ, દીપા ઠક્કર સહિતના ભાજપના નેતાઓ દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રી સહિતના નેતાઓની મુલાકાત લેવામાં આવી હતી.

(4:38 pm IST)