Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

વડોદરાના અટલાદરા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદીર ખાતે મહા અન્નકૂટનુ આયોજનઃ મહા અન્નકૂટમાં ૩પ૦૦ વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે

વડોદરાઃ વિક્રમ સંવત ૨૦૭૬ના વધામણા સાથે નવા ધાન્યને અવનવી વાનગીઓઓમાં રૂપમાં ભગવાનને ધરાવવાના ઉત્સવની પરંપરા મુજબ વડોદરાના અટલાદરા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદીર ખાતે મહા અન્નકૂટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રમુખ સ્વામી મહારાજના ૯૯માં જન્મજયંતિ મહોત્સવ તથા અટલાદરા મંદિરના ૭૫ વર્ષ નિમિત્તે મહાપ્રસાદ ધરાવવાનો વિશ્વ વિક્રમ રચાયો હતો. આ મહા અન્નકૂટમાં ૩૫૦૦ વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે. નૂતન વર્ષના આરંભે મહા અન્નકુટના દર્શનનો દોઢ લાખ જેટલા ભક્તજનોએ લાભ લીધો હતો.

બીએપીએસના સ્વયંસેવકો અને પોલીસની મદદથી ગોઠવાયેલા અભૂતપૂર્વ વ્યવસ્થા સાથે મહા અન્નકુટના દર્શનનો લાભ લેવા માટે સવારથી જ ભક્તજનો ઉમટી પડ્યા હતા. અટલાદરા સ્વામિનારાયમ મંદિરના ૭૫ વર્ષની ઉજવણી થઇ રહી છે. આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજના ૯૯માં પ્રાગટ્ય પર્વ પણ ઉજવવાનું છે. આ પ્રસંગોને યાદગાર બનાવવા વિરાટ અન્નકૂટ મહોત્સવ યોજવાનો વિચાર આવ્યો હતો. જેના પગલે બીએપીએસના સંત બ્રહ્મનિલય અને અન્ય કેટલાક સંતોએ કવાયત શરૂ કરી હતી. શ્રધ્ધા અને સાયન્સ-ટેક્નોલોજીની કવાયત સમા આયોજન પાછળ એક વિશાળ ટીમ કામે લાગી હતી.
બીએપીએસના જ્ઞાનવત્સલ સ્વામીએ આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે, નૂતન વર્ષ પર્વે અતિ વિરાટ, અતિ ભવ્ય અને અતિ અદભૂત અન્નકૂટ યોજવામાં આવ્યો છે. જેમાં શુદ્ધ શાકાહારી વાનગીઓ પ્રસાદના રૂપમાં ભગવાનને ધરાવવાનો એક વિશ્વ વિક્રમ રચાયો હતો. રચાશે. મહા અન્નકૂટના માધ્યમથી ચાલીસ હજાર જેટલા તરૂણો અને કિશોરો સહિત દોઠ લાખ જેટલા દર્શનાર્થીઓને સાત્વિક શાકાહારના ઉત્તમ માર્ગનો સંદેશ આપવામાં આવ્યો હતો. દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થી માટે ખાસ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રે દર્શનનો સમય પૂરો થયા બાદ પણ વડોદરાના અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અંધશાળા અને દિવ્યાંગોને રાત્રીના જ આ પ્રસાદ પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અટલાદરા મંદિરના સભાખંડ નજીક પરિસરમાં અત્યંત આધુનિક ભવ્ય એરકન્ડીશન પંડાલમાં ૩૫૦૦ વાનગીને ગોઠવવામાં આવી હતી. જેના દર્શનનો લાભ લેવા માટે સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. તેમાં કોઇ પણ ગેરવ્યવસ્થા ન થાય તે માટે પોલીસની સાથે બીએપીએસના સ્વયંસેવકો દ્વારા અનોખુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ ભવ્ય અન્નકૂટના દર્શન વડોદરા શહેરનું અવિસ્મરણિય સંભારણું બની રહેશે. મંદિર પરિસરની સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં આયોજીત મહા અન્નકૂટ દર્શન માટે ભવ્ય કલાત્મક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે.

(3:31 pm IST)