Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

દિવાળીનું વેકેશન સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ફળ્યુઃ ફક્ત ૪ દિવસમાં ૮૦ હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવ્યા

નર્મદા : હાલ દિવાળીની (Diwali vacation) રજાઓ ચાલી રહી છે. દિવાળીનાં વેકેશન હરવા ફરવા માટે અનેક રાજ્યોનાં લોકો ગુજરાતને પહેલી પસંદગી માનતા હોય છે. તેમાં પણ નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યાં છે. આગામી 31મી ઓક્ટોબરનાં રોજ પ્રતિમાનું અનાવરણ કર્યાને 1 વર્ષ પૂર્ણ થશે. ત્યારે ત્યાં પીએમ મોદી આવવાને છે. અહીં ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવશે.

દુબઇ અને બૅંકોક જેવા દેશોમાં જે ખાસ લાઇટિંગ જોવા મળે છે તેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લાઇટિંગ કરતા પ્રવાસીઓમાં એક અનેરૂ આકર્ષણ પણ ઉભું થયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને દુલહનની જેમ સજાવવા આવ્યું છે .સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉજવણી પેહલા ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂ પોઇન્ટ 1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7થી 8 કિમી વિસ્તારને એલઇડી રોડ લાઈટ, એલઇડી લાઇટિંગ, એલઇડી સાઈન બોર્ડ, એલઇડી ગેટ, એલઇડી મોડલ્સ, એલઇડી ફોર્સ સ્ટેન્ડ લાઈટથી સજાવવા આવી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

સ્ટેચ્યુને 4 કરોડ રૂપિયાનાં ખર્ચે કાયમી લાયટિંગ કરવામાં આવી છે. સાથે તેને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ પાસે રંગબેરંગી લાઇટિંગથી ઝગમગી ઉઠ્યું છે. દિવાળીનાં વેકેશનમાં 4 દિવસમાં 80 હજાર કરતા વધુ પ્રવાસીઓએ લાઇટિંગ જોઈ આનંદ લીધો છે. રજાઓમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવી રહ્યાં છે.

(3:10 pm IST)