Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

દિવાળીના તહેવારમાં મફતની લ્હાણીનો ત્રાસ: અમદાવાદના નરોડામાં લારીવાળા પાસેથી દાદાગીરી કરી ફટાકડાની ઉઘરાણી કરનાર કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિવાળી:ના તહેવાર આવતાની સાથે સાથે મફતની લ્હાણી શહેર પોલીસ માટે શરુ થઇ ગઇ છે. લારી અને વેપારીઓ પાસેથી મફતમાં ફટાકડા અને મીઠાઇ જેવી વસ્તુઓ અધિકારીઓના નામે ઘર ભેગી કરે છે. આવો એક કિસ્સો અમદાવાદના નરોડા વિસ્તારમાં પીસીઆર વાનમાં બેઠેલા એક પોલીસ કર્મી ફટાકડાની લારીવાળા પાસેથી દાદાગીરી કરી ફટાકડાની ઉધરાણી કરતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. જો, કે વિડીયો કૃષ્ણનગર પોલીસ મથકનો હોવાનું બહાર આવ્યુ છે. નરોડા વિસ્તારમાં પીસીઆર વાનમાં બેસીને પોલીસકર્મી ભરબજારમાં ફટાકડાની લારીઓ અને દુકાનો પરથી ઉધરાણા કરતો એક વિડીયો વાયરલ થયો છે. જો કે પીસીવાન અને પોલીસ કર્મી કૃષ્ણનગર પોલીસ મથકના હોવાનું સામે આવ્યુ છે. વિડીયો વાયરલ થતા કૃષ્ણનગર પોલીસ મથકે ફટાકડાના લારીવાળાને બોલાવી પોલીસકર્મીએ પૈસાથી ફટાકડા લીધા હોવાનો જવાબ લખાવ્યો હોવાનુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જ્યારે પીઆઇ વી.આર.ચૌધરી જણાવ્યુ હતુ કે વિડીયો ખોટી રીતે ઉતાર્યો છે. પોલીસ કર્મી ફટાકડાના પૈસા આપતા હોય તે વિડીયો ઉતાર્યો નથી. વેપારીઓએ જવાબમાં પૈસાથી ફટાકડા ખરીદયા હોવાનુ લખાવ્યુ છે.

(11:23 am IST)