Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

અમદાવાદમાં નવા વર્ષના પ્રારંભે મંદિરોમાં ભીડ જોવા મળી: હજારો ભક્તોનું ઘોડાપુર ભગવાનના આશીર્વાદ લેવા દર્શને પહોંચ્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષના પ્રારંભે સવારથી મંદિરોમા ભીડ જામી હતી. લાલદરવાજા ભદ્ર ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી મંદિરે લોકોએ દર્શન કર્યા હતા. તો બીજી તરફ કેમ્પ હનુમાન મંદિર અને ગાયત્રી મંદિર ખાતે પણ હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

વસ્ત્રાપુર વેરાઈ માતા યુવક મંડળ દ્વારા હજારો વર્ષોથી ચાલતી કાગળના ફૂલોના વેરાઈ માતાના ગરબાની અનોખી પરંપરા મુજબ વેરાઈ માતાની માંડવીને કાગળના ફૂલોથી સજાવવાનું કાર્ય કરે છે. માંડવીની ટોચ પર તાંબામાંથી બનાવેલો મોરલો પરંપરા ગત મૂકાય છે, ત્યારબાદ માંડવીની અનોખી પદ્ધતિથી ગ્રામીણ મહિલાઓ પ્રથમ ગરબે ઘૂમે છે. અન્ય મહિલાઓ પણ જોડાય છે.

(11:21 am IST)