Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ગુજરાતમાં એક વર્ષમાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ૨૮ ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં પોષણ અંગેની યોજનાઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે પણ કુપોષણ કાબુમાં લાવી શકાતું નથી. છેલ્લાં એક જ વર્ષમાં કુપોષિત બાળકોમાં એક જ વર્ષમાં 28 ટકાનો વધારો થયો છે. જે બતાવે છે કે, સરકાર ગરીબોના બાળકોને સારો ખોરાક આપી શકતી નથી. જે રીતે અપુરતો ખોરાક બાળકોને ગરીબ લોકો આપી રહ્યા છે તે સૂચવે છે કે, ગરીબી વધી છે અને પોતાના બાળકોને સારો ખોરાક આપી શકતા નથી.

ભારતમાં ૩૦થી ૪૦ ટકા બાળકો કુપોષણનો શિકાર છે, પણ ગુજરાતના મોટાભાગના નાગરિકો શ્રીમંત નહીં, ગરીબ બની રહ્યાં છે. જે પોતાના બાળકોને સારો ખોરાક આપી શકતા નથી અને સરકારે કરોડો રૂપિયા ખર્ચે છે તે ગરીબ અધિકારીઓ અને ગરીબ રાજનેતાઓ પોતાના બાળકો માટે ભ્રષ્ટાચાર કરીને ખોરાક મેળવી રહ્યાં છે.

રાજ્યમાં 2017-18માં 1.11 લાખ બાળકો કુપોષિત હોવાનું વિધાનસભામાં રૂપાણી સરકારે જાહેર કર્યું હતું, જેમાં 19,980 બાળકો તો અત્યંત દયનિય હાલત માં પોતાનું શરીર ટકાવી રાખવા સંઘર્ષ કરતાં હતા. ફરી સરકારે જૂલાઈ 2019માં જાહેર કર્યું છે કે 1.42 લાખ બાળકોને પુરતું ખાવાનું મળતું ન હોવાથી કુપોષણનો શિકાર છે.

આમ 31,142 કુપોષિત બાળકોનો વધારો એક જ વર્ષમાં થયો છે. જે 28 ટકાવો વધારો બતાવે છે. આદિવાસી વિસ્તાર અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી પારાવાર છે, બાળકોને પોષણ આપી શકાતુ નથી.

એક ગામ, ઉદાહરણ અનેક

ગુજરાતના દરેક ગામ અને શહેરની ઝુંપડામાં કુપોષણનો પ્રશ્ન છે. આવું એક ગામ દાહોદનું 1530 લોકોની વસતિ ધરાવતું ખાંડણીયા છે જ્યાં ગરીબ કુટુંબોને ખાવાનું મળતું નથી. મહિલાઓ દુબળી છે અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ 50 ટકા સુધી છે. 78 ટકા બાળકોની ઊંચાઈ ઓછી છે. 44 ટકા બાળકોનું વજન ઊંચાઈ અનુસાર નથી.

(11:15 am IST)