Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદ : તહેવારોમાં મેઘરાજા પધારતા લોકોમાં મીઠો રોષ : કપાસ-ડાંગરના પાકને નુકસાન

વડોદરા જિલ્લામાં પણ મેઘરાજાએ ધીમીધારે શરૂઆત કરી હતી. જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરાસદનાં કારણે ઠંડક પ્રસરી હતી. શહેરનાં ગોત્રી, સયાજીગંજ, ફતેહગંજ, જેતલપુર, હરિનગર વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તહેવારમાં વરસાદ પડતા લોકોમાં મીઠો રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત પાદરા તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. કપાસ, ડાંગર, જેવા ઉભાપાકને ભારે નુકસાન થયું હતું. વાઘોડિયામાં પણ વરસાદ અનુભવાયો હતો.

(11:09 pm IST)