Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર તથા મોરડુંગરા નૂતનવર્ષે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો:હરિભક્તો ઉમટ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ: ગરવી ગુજરાતમાં પૂર્વમાં  ઉગતા સૂર્યના સૌપ્રથમ સ્વર્ણિમ કિરણો જે જિલ્લાઓમાં પડે છે તેવા દાહોદ અને પંચમહાલમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર, મોરડુંગરા, બોડીદ્રા બુઝર્ગ વગેરે આવેલા છે. વિક્રમ સંવત ૨૦૭૬ ના પ્રથમ દિવસે - નૂતન વર્ષે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ પૂજનીય સંતો અને હરિભકતોએ વિશાળ અન્નકૂટ  ધરાવ્યો હતો. ભક્ષ્ય, ભોજય, લેહ્ય અને ચોસ્ય આ ૪ પ્રકારના વિવિધ પકવાન અને ફરસાણો યુક્ત અન્નકૂટ આરોગતા સર્વાવતારી સ્વામિનારાયણ બાપા સ્વામીબાપાનાં દર્શનથી અનેક હરિભક્તો અને ભાવિકો કૃતાર્થ બન્યા હતા

  . વડોદરા શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ભક્તિ પ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપ દાસજી સ્વામી,  શ્રી વિજ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતો આજના નવા વર્ષના શુભ દિને પરસ્પર એકબીજાને ભેટી, જય શ્રી સ્વામિનારાયણ કહી અને  નવું વર્ષ સુખ, શાંતિ સભર અને આનંદમય રીતે પસાર થાય એવી પરસ્પર લાગણીસભર અભિવ્યક્તિ પ્રદર્શિત કરી હતી. આ શુભ દિવસે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને દર્શન કરવા હરિભક્તોનો મહેરામણ ઉમટયો હતો

(9:06 pm IST)