Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

વડોદરાના હિંગલોટ નજીક ઝાડીઓમાંથી 11 લાખના દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો: ત્રણ ફરાર

 

વડોદરાના હિન્ગલોટ નજીક ખેતરોની ઝાડીઓમાંથી 11 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે કે શખ્શને ઝડપી લેવાયો છે જોકે અન્ય ત્રણ શખ્શો ફરાર થયા હતા

  આ અંગે મળતી વિગત મુજબ વડોદરા ગ્રામ્ય એલ સી બીને મળેલી બાતમીના આધારે પોલીસે વડોદરા તાલુકાના હિંગલોટ ગામે ગ્રીનવેલી સ્કૂલની પાસે આવેલી આંબાવાળી વાળા ખેતરની બાજુમાં આવેલી ઝાડીઓમાંથી 11 લાખ ઉપરાંતના ભારતીય વિદેશી દારૂના મસમોટા જથ્થા સાથે એક શખ્શને પકડી પડ્યો હતો  બાકીના અન્ય ત્રણેક ઇસમો નાસી ગયા હતા    

પકડાયેલ ઇસમને તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ મુકેશભાઇ કંચનભાઇ રાઠવા (રહે.મોટી બુમડી, મોટા ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર હાલ રહે. વિવેક શાહના ફાર્મ ઉપર, હિંગલોટ ગામની સીમ તા.જી.વડોદરા )નો હોવાનું જણાવેલ તેને સાથે રાખી તપાસ કરતા અશોક લેલન્ડ દોસ્ત ટેમ્પો તથા ઇક્કો ગાડીમાંથી તેમજ વાહનોની નજીકમાં નીચે પડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ૨૪૪ જેમાં કૂલ બોટલ નંગ.૭૩૯૨ કિ.૧૧,૭૧,૨૦૦ તથા અશોક લેલન્ડ દોસ્ત ટેમ્પો કિ.૫,૦૦,૦૦૦, ઇક્કો ગાડી કિ.૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.પ૦૦/- મળી કૂલ ૧૯,૭૧,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તેમજ જાવેદ ઉર્ફે મુન્નો સૈયદઅલી સૈયદ (રહે. વડોદરા શહેર )તથા કિરણભાઇ રમણભાઇ ગોહીલ (રહે.લકડીકુઇ તા.પાદરા જી.વડોદરા) તેમજ સ્થળ ઉપરથી અન્ય ઇસમો જતા રહેલ હોય તે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવવામાં આવેલ છે.

(9:21 pm IST)