Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

બિલ્ડર પાસેથી 7 લાખની લાંચ માગનારા સુરત મજુરા મામલતદાર એસીબીની ટ્રેપમાં સપડાયા:ડ્રાઇવરની પણ ધપકડ

સુરત મજુરા મામલતદાર દ્વારા સાત લાખ રૂપિયાની લાંચ માગવાની કેસમં સુરત એસીબીએ  મજુરા મામલતદાર આર.એફ.ચૌધરીની ધરપકડ કરી હતી. એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને 7 લાખની લાંચ લેતા માામલદારના ડ્રાઇવરની પણ ધપકડ કરી હતી

    આ અંગે મળતી વિગત મુજબ મજૂરાના મામલતદારે કતારગામના બિલ્ડર રાજેશ પાસેથી 7 લાખની લાંચ માંગી હતી. બિલ્ડરે આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે અઠવાલાઈન્સ જનસેવા કેન્દ્રની બાજુમાં મજૂરા મામલતદારની કચેરીમાં  એસીબીએ છટકું ગોઠવ્યું હતું. બિલ્ડર. 7 લાખની બેગ લઈને ઓફિસમાં પહોંચ્યો હતો.મામલતદારે બીજી ઓફિસમાં તેના ડ્રાઈવરને રકમ આપી દેવા કહ્યું હતું.

    બિલ્ડરે ડ્રાઈવર નરેશ ખટીકને(રહે,અંબર કોલોની, હરીનગર, ઉધના) પૈસા આપ્યા ત્યારે એસીબી ટ્રેપની ગંધ આવી જતા તેણે બેગ બારીમાંથી ફેંકી દઈ ભાગવાનો પ્રયાસ કર્યો. જોકે, ત્યાં ઉભેલા એસીબીના સ્ટાફે તેને પકડી લીધો હતો. જ્યારે મામલતદાર ઓફિસમાંથી ગાયબ થઈ ગયા હતા. જેને પોલીસે પકડી પાડ્યો છે. અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.

   વેસુ કેનાલ રોડ પર બિલ્ડર રાજેશભાઈની જમીનમાં વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને પોલીસ ફરિયાદ અગાઉ પણ થઈ હતી. આ જમીનમાં વર્ષ 2007માં સીટી પ્રાંતએ સુધારા હુકમ કરેલો હતો. જેની સામે બિલ્ડર વર્ષ 2014માં સીટી પ્રાંતમાં અપીલમાં ગયા હતા. 2015માં કેસનો ઓર્ડર થયો જેમાં 2007નો હુકમ રદ કરી અન્ય પાંચ બાબતો રિમાઇન્ડ કરવા મજૂરા મામલતદારને હુકમ કર્યો હતો.

આ જમીનમાં ક્ષેત્રફળ સુધાર કરવા બાબતેનો હુકમ કરવા માટે મજૂરાના મામલતદારે 7 લાખની લાંચ બિલ્ડર પાસેથી માંગી હતી.

(9:09 am IST)